અભિષેકની મેદાન બાદ હવે પ્રાઇમ વિડિયો પર બોલબાલા

20 November, 2020 07:52 PM IST  |  Mumbai | Mumbai correspondent

અભિષેકની મેદાન બાદ હવે પ્રાઇમ વિડિયો પર બોલબાલા

અભિષેકની મેદાન બાદ હવે પ્રાઇમ વિડિયો પર બોલબાલા

અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિન્ક પૅન્થર્સ લોકોને ‘સન ઑફ ધ સોઇલ’ની સિરીઝમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ફરીથી જોવા મળશે. 2014માં પ્રો-કબડ્ડી લીગની શરૂઆત કરવામાં આવી હતી, જેની પ્રથમ વિજેતા પિન્ક પૅન્થર્સ હતી. અભિષેક પોતાની ટીમની ખૂબ નજીક છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો દ્વારા 200થી વધુ દેશોના લોકો સાથે જોડાઈ શકાય છે. મળેલી માહિતી મુજબ આ શો ગયા વર્ષે જ બન્યો હતો અને 2020ના અંત સુધી એને રિલીઝ કરવામાં આવશે. અભિષેક બચ્ચન અને તેની ટીમ પર બનેલા આ શોમાં સંદીપ ઢુલ, અમિત હુડા, દીપક હુડા, સૌરભ મિશ્રા, દીપક નરવાલ, નીતિન રાવલ, શ્રીનિવાસ રેડ્ડી, નીલેશ સાળુંકે, બન્ટી વાલિયા અને અન્ય પણ સામેલ છે. શોમાં દેખાડવામાં આવશે કે ટીમ ટુર્નામેન્ટની તૈયારી કેવી રીતે કરે છે. ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘6 વર્ષ પહેલાં અમે આ જર્નીની શરૂઆત કરી હતી અને જીત્યા પણ હતા. પ્રો-કબડ્ડી લીગની પહેલી ચૅમ્પિયન્સ. અમે ચિત્તાની જેમ જ ગર્જના કરી હતી. હું આત્મવિશ્વાસથી કહી શકું છું કે ‘સન ઑફ ધ સોઇલ’ ખૂબ જ મજબૂતાઈથી ફરીથી છવાઈ જશે.’

abhishek bachchan bollywood bollywood news bollywood gossips