અભિષેક બચ્ચનો ખુલાસો, જણાવ્યો માતા અને પત્નીમાંથી કોનાથી વધારે ડરે છે

14 January, 2019 06:39 PM IST  | 

અભિષેક બચ્ચનો ખુલાસો, જણાવ્યો માતા અને પત્નીમાંથી કોનાથી વધારે ડરે છે

કૉફી વિથ કરણમાં અભિષેક અને શ્વેતા આવશે નજર

કરણ જોહરના શો કૉફી વિથ કરણની આ સિઝન ખુબ જ વિવાદોમાં રહી છે. આ વર્ષે શોનો સૌથી વિવાદિત એપિસોડ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલનો રહ્યો.

અને હવે કરણ જોહરના શોના નવા એપિસોડમાં અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચને સામેલ થવાના છે. આ એપિસોડમાં આ બંને અનેક રહસ્યો ખોલશે. આ એપિસોડનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કરણ અભિષેકને પુછે છે કે તેને જિંદગીમાં સૌથી વધારે ડર કોનાથી લાગે છે, મા થી કે પત્નીથી. જેના જવાબમાં અભિષેક કહે છે તેને માતા જયા બચ્ચનથી વધારે ડર લાગે છે, પરંતુ તેની બહેન શ્વેતા તેને હેરાન કરવા માટે કહે છે કે અભિષેકને ઐશ્વર્યાથી વધારે ડરે છે.

આ પણ વાંચોઃ પોતાની મહાભારતમાં કૃષ્ણ બનશે આમિર, શાહરૂખે કરી પુષ્ટિ

આ એપિસોડ દરમિયાન બંને એકબીજા વિશે અનેક બાબતોનો ખુલાસો કરે છે. આ પહેલા આ શોમાં ભાઈ-બહેનની જોડીમાં ઈશાન ખટ્ટર-શાહિદ કપૂર, જ્હાન્વી કપૂર-અર્જુન કપૂર, સોનમ અને રિયા કપૂર-હર્ષવર્ધન પણ આ સિઝનમાં આવી ચુક્યા છે. પહેલા ચર્ચા હતી કે ઐશ્વર્યા અભિષેક સાથે શૉમાં આવશે પણ બાદમાં શ્વેતા આ શૉનો હિસ્સો બની રહી છે.

karan johar abhishek bachchan shweta bachchan nanda bollywood news