અભિષેકને ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં જરાય રસ નથી

21 October, 2014 05:20 AM IST  | 

અભિષેકને ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં જરાય રસ નથી


કારણ કે તેને ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં જરાય રસ નથી. ખાસ કરીને એવી ફિલ્મો જેમાં તે પોતે કામ કરતો હોય જેમ કે ‘પા’. ડિરેક્ટર આર. બાલ્કી સાથે ‘પા’ જેવી હિટ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના સમયે અભિષેકને ઘણી તકલીફ થઈ હતી, કારણ કે તેણે પ્રોડ્યુસર અને ઍક્ટર એમ બેવડી ભૂમિકા ભજવવાની હતી. હા, અભિષેક એવી ફિલ્મો જરૂરથી પ્રોડ્યુસ કરશે જેમાં તે પોતે કામ ન કરતો હોય જેમ કે ‘શમિતાભ’. આર. બાલ્કી સાથે જ મળીને અભિષેક ‘શમિતાભ’ પ્રોડ્યુસ કરી રહ્યો છે જે ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે ધનુષ અને અક્ષરા હાસન છે.