અભિષેક બચ્ચનના સહકલાકાર અમિત સાધ કોરોના નેગેટિવ

13 July, 2020 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિષેક બચ્ચનના સહકલાકાર અમિત સાધ કોરોના નેગેટિવ

અમિત સાધનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે

અભિષેક બચ્ચન સાથે 'બ્રીધઃ ઇન ટુ ધ શૅડોઝ'માં જોવા મળનાર અમિત સાધે સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસ (COVID-19)નો ટેસ્ટ કરાવ્યો હતો. કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હોવાની માહિતી અભિનેતાએ જાતે જ ટ્વીટ કરીને આપી હતી. આજે બપોરે અમિત સાઘનો કોરોનાનો રિપોર્ટ આવી ગયો છે. જે નેગેટિવ આવતા અભિનેતાએ રાહતનો શ્વાસ લીધો છે. રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની જાણકારી પણ અભિનેતાએ સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી.

અભિષેક બચ્ચનની વૅબ સિરિઝ 'બ્રીધઃ ઇન ટુ ધ શૅડોઝ' 10 જૂલાઈએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. આ સિરિઝમાં અભિષેકની સાથે અમિત સાધ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે પણ અભિષેક બચ્ચન સાથે પ્રમોશન અને ડબિંગ કરી રહ્યો હોવાથી પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા અમિતે ફૅન્સને જણાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર અમિતે લખ્યું હતું કે, તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. આ વખતે હું ખુશી સાથે કહી શકું છું કે હું નેગેટિવ છું. હા, હું કોરોના નેગેટિવ છું. જે કોઈ આ બીમારી સામે લડી રહ્યું છે તેની સાથે અમારી પ્રાર્થનાઓ હંમેશા રહેશે. લવ યુ. એકસાથે રહેવું એ જ આપણી તાકાત છે.

કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા બાબતે અમિતે ટ્વીટ કર્યું હતું કે, ‘તમે સૌએ મારી ચિંતા કરી અને મને આપેલી શુભેચ્છા માટે આભાર. હું એકદમ સ્વસ્થ છું. આમ છતાં સાવચેતીના ભાગરૂપે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. હું મિસ્ટર બચ્ચન, અભિષેક અને તેમની ફૅમિલી માટે પ્રાર્થના કરું છું. આશા રાખું છું કે તેઓ જલદી સ્વસ્થ થઈ જશે.’

'બ્રીધઃ ઇન ટુ ધ શૅડોઝ'માં અમિત સાધ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર કબીર સાવંતની ભૂમિકા નિભાવે છે. અમિત અને અભિષેક અનેકવાર સાથે જોવા મળ્યાં છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips amit sadh abhishek bachchan