આલ્કોહોલની કરોડોની ઑફર નકારી અભિષેક બચ્ચને

23 November, 2014 05:32 AM IST  | 

આલ્કોહોલની કરોડોની ઑફર નકારી અભિષેક બચ્ચને



અભિષેક સાથેની મીટિંગમાં કંપનીવાળાઓએ તેના ‘હૅપી ન્યુ યર’ના પાત્રની પ્રશંસા કરીને તેને પટાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અભિષેકના પેટનું પાણી ન હલતાં તેણે સાતથી દસ કરોડ રૂપિયાની આ ઑફર શાંતિથી નકારી દીધી હતી. જોકે બાદમાં અભિષેકનું કહેવું હતું કે ‘મારે એવી પ્રોડક્ટ પ્રમોટ નથી કરવી જેને હું વાપરતો ન હોઉં. વળી આલ્કોહોલની બ્રૅન્ડ પ્રમોટ કરવાથી યુવાનોમાં ખોટો મેસેજ જતો હોવાને કારણે મેં આ ઑફર નકારી હતી.’