કોરોનાને હળવાશમાં ન લેવાની સલાહ આપી અભિષેક બચ્ચને

12 September, 2020 06:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાને હળવાશમાં ન લેવાની સલાહ આપી અભિષેક બચ્ચને

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને લોકોને સલાહ આપી છે કે કોરોના વાઇરસને હળવાશમાં ન લેવામાં આવે. દિવસે ને દિવસે આ વાઇરસ ખૂબ ફેલાઈ રહ્યો છે. એથી સૌએ સાવચેતી રાખવી પણ જરૂરી છે. આ જ વાત સમજાવવા માટે એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘માસ્ક પહેરો, સલામત રહો. આ વાઇરસને હળવાશમાં ન લો. અનુભવ પરથી કહી રહ્યો છું.’

coronavirus covid19 entertainment news bollywood news abhishek bachchan