ધૂમ અને પ્લેયર્સ સાવ અલગ જ : અભિષેક

29 December, 2011 06:00 AM IST  | 

ધૂમ અને પ્લેયર્સ સાવ અલગ જ : અભિષેક

 

જોકે ફિલ્મના પ્રમોશન દરમ્યાન જ્યારે આ પ્રfન પૂછવામાં આવ્યો ત્યારે અભિષેકે પોતાની રીતે ચોખવટ કરી હતી કે આ બન્ને ફિલ્મો સંપૂર્ણ અલગ છે. તેના કહેવા પ્રમાણે ભલે બન્ને ફિલ્મો મૉડર્ન ટેક્નૉલૉજીના ઉપયોગથી કરવામાં આવતી ચોરી પરની છે એ સિવાય એમાં કોઈ જ સમાનતા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે બન્ને ફિલ્મોમાં ચોરીની સ્ટાઇલ પણ અલગ છે અને ‘ધૂમ’ સિરીઝનો મુખ્ય મુદ્દો એક ચોર અને તેને પકડવા માટે પોલીસના પ્રયાસોને તે કઈ રીતે માત આપે છે એના પરનો હતો. જોકે તે માને છે કે હૉલીવુડની ‘ધી ઇટાલિયન જૉબ’ની ઑફિશ્યલ રીમેક ‘પ્લેયર્સ’ સોનાની એક મોટી ચોરી પરની છે તથા એમાં પોલીસનો કોઈ રોલ જ નથી અને ટીમના સભ્યો વચ્ચેની આ સ્ટોરી છે.

અભિષેકે એવું પણ કહ્યું હતું કે અબ્બાસ-મસ્તાનની ડિરેક્શન અને સ્ટોરી-ટેલિંગને કારણે મૂળ ફિલ્મ કરતાં પણ વધુ ટ્વિસ્ટ્સ આ ફિલ્મમાં આપવામાં આવ્યા છે અને ‘ધી ઇટાલિયન જૉબ’ કરતાં પણ આ ફિલ્મ અલગ હશે.