12 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા
હાલમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન ફૅમિલી ટ્રિપ પછી મુંબઈ પરત ફર્યાં હતાં. આ સમયે ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લૅક કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું અને બન્ને બહુ સુંદર લાગી રહ્યાં હતાં. આ સમયે અભિષેક પણ બહુ ખુશખુશાલ જોવા મળ્યો હતો અને ઍરપોર્ટ પર સ્ટાફને પણ હોંશે-હોંશે મળ્યો હતો. તેમની આ ખુશખુશાલ તસવીરો જોઈને લાગતું હતું કે તેમણે તેમની વચ્ચેની સમસ્યાઓ ઉકેલી લીધી છે.