શાહરુખની કિંગમાં વિલન બન્યો અભિષેક બચ્ચન?

16 July, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે

શાહરુખ ખાન

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે. એ ફિલ્મમાં અભિષેક નેગેટિવ રોલમાં દેખાવાનો છે. તેના રોલ વિશે એટલું જાણવા મળ્યું છે કે તેનું પાત્ર સૉફિસ્ટિકેટેડ અને કૉમ્પ્લેક્સ રહેશે એથી અભિષેકનો તદ્દન નવો અવતાર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ ૨૦૨૫ અથવા ૨૦૨૬માં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરુખની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર શાહરુખ છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. શાહરુખ અને અભિષેકે અગાઉ ‘કભી અલવિદા ના કહના’ અને ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું. 

Shah Rukh Khan abhishek bachchan upcoming movie suhana khan entertainment news bollywood bollywood news