અભિષેક બચ્ચન માટે બદલાયો કૌન બનેગા કરોડપતિનો નિયમ

18 October, 2014 06:45 AM IST  | 

અભિષેક બચ્ચન માટે બદલાયો કૌન બનેગા કરોડપતિનો નિયમ


જોકુ આ ગેમ-શોના એક નિયમ પ્રમાણે હોસ્ટના કોઈ પણ રિલેટિવ્સ શોમાં ભાગ લઈ શકતા નથી, પણ આ નિયમ અભિષેક માટે બદલાયો હતો. ફિલ્મના પ્રમોશન દરમ્યાન અભિષેક સાથે હૅપી ન્યુ યરની આખી ટીમ આïવી હતી અને ગેમ પણ રમી હતી. બિગ બીનો કોઈ સગો શોમાં આવ્યો હોવાની આ પહેલી ઘટના હોવાને કારણે અભિષેકને હૅપી ન્યુ યરની ટીમ સાથે શો પર આમંત્રણ આપતાં પહેલાં પ્રોડક્શન હાઉસ અને ચૅનલ વચ્ચે સારીએવી ચર્ચા-વિચારણા પણ થઈ હતી. એમ છતાં આ મુદ્દા પર શોની પ્રોડ્યુસર અનીતા બાસુનું કહેવું છે કુ દરેક વાતની તપાસ કર્યા બાદ જ અમે આ પગલું ભર્યું છે અને અભિષેક આ ગેમ ચૅરિટી માટે રમ્યો છે. દિવાળી સ્પેશ્યલ એપિસોડ ૨૩ ઑક્ટોબરે પ્રસારિત કરવામાં આવશે અને ૨૪ ઑક્ટોબરે હૅપી ન્યુ યર રિલીઝ થશે.