11 November, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન
સલમાન ખાન અને અભિષેક બચ્ચને અત્યાર સુધી ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’ અને ‘ફિર મિલેંગે’માં સાથે કામ કર્યું છે. ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’માં તો સલમાનની મહેમાન કલાકારની ભૂમિકા હતી. હવે ચર્ચા છે કે સલમાન અને અભિષેક હવે રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’માં સાથે કામ કરતા જોવા મળી શકે છે. રિતેશ ‘રાજા શિવાજી’નો ડિરેક્ટર તો છે જ અને સાથે-સાથે એમાં છત્રપતિ શિવાજી મહારાજનો રોલ પણ ભજવી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સલમાન શિવાજી મહારાજના વિશ્વાસુ અને બહાદુર યોદ્ધા જિવા મહાલાનો તેમ જ સંજય દત્ત અફઝલ ખાનનો રોલ ભજવી રહ્યો છે. રિતેશે જ્યારે આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે એમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, ભાગ્યશ્રી અને ફરદીન ખાનનો પણ રોલ હોવાની ચર્ચા હતી. માનવામાં આવે છે કે આ ફિલ્મમાં રિતેશ દેશમુખે ખાસ મિત્ર અભિષેક બચ્ચનને ખાસ અને મહત્ત્વના રોલ માટે સાઇન કર્યો છે પણ આ રોલની વિગતો હજી જાહેર નથી થઈ.