25 October, 2022 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બચ્ચન (તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ફિલ્મોમાં (Movies) ભલે વધારે એક્ટિવ ન હોય, પણ તેમને સોશિયલ મીડિયા (Active on Social Media) પર ખૂબ જ એક્ટિવ જોવામાં આવે છે. જો કે, અભિષેક બચ્ચનનું (Abhishek Bachchan) નામ હવે તે સિતારામાં પણ સામેલ છે, જેને ઘણીવાર લોકો તદ્વારા ટ્રોલ્સનો સામનો કરવો પડે છે. તે સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ પર પ્રતિક્રિયા કે કોમેન્ટ કરે, તો લોકો તેને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. પણ એક્ટર ટ્રોલર્સથી ગભરાતો નથી, પણ તેનો સામનો કરે છે. અનેક વાર તો એક્ટરે પોતાના જવાબથી ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી છે. ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યું છે, જ્યારે ટ્વિટર પર લોકો તેને બેરોજગાર કહેવા માંડ્યા.
હકિકતે થયું એમ કે પાલ્કી શર્મા નામના ટ્વિટર યૂઝરે તહેવારોમાં જાહેરાતોથી ભરેલા અખબારને લઈને એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટના જવાબમાં અભિષેક બચ્ચને લખ્યું, "શું તમે હજી પણ અખબાર વાંચો છો?" આનો જવાબ પલકે તો ન આપ્યો, પણ સી જૈન નામના ટ્વિટર યૂઝરે આપ્યો. તેણે લખ્યું, "બુદ્ધિમાન લોકો વાંચે છે. તમારા જેવા બેરોજગાર નહીં." આ યૂઝરે અભિષેક બચ્ચનને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે પોતાના જ પાથરેલા જાળામાં ફસાઈ ગયો. અભિષેકે સી જૈન નામના યૂઝરને એવો જવાબ આપ્યો, જેના ચોતરફ વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મીડિયાની દખલગીરીથી ભડક્યાં જયા બચ્ચન
અભિષેક બચ્ચને લખ્યું, "ઓહ હા. ઈનપુટ માટે આભાર. આમ તો બુદ્ધિમાની અને રોજગાર બન્નેનો કોઈ સંબંધ નતી. પોતાને જ જોઈ લો. હું એ તો ચોક્કસ કહી શકું છું કે તમારી પાસે રોજગાર છે. પણ હું એ પણ ચોક્કસ કહી શકું છું કે તમે બુદ્ધિમાન નથી (તમારા ટ્વીટ પરથી જજ કરી રહ્યો છું.)" જો કે, ત્યાર બાદ તે સોશિયલ મીડિયા યૂઝરે એક્ટરની માફી માગી. તેણે લખ્યું, "રિપ્લાય મેળવવાની નિંજા ટેક્નિક. માફી ઈચ્છું છું જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો."