‘દોસ્તાના’ પછી ફરી એકવાર અભિષેક ને જૉન સાથે

19 November, 2012 07:01 AM IST  | 

‘દોસ્તાના’ પછી ફરી એકવાર અભિષેક ને જૉન સાથે



લાગે છે કે તામિલ ફિલ્મ ‘વેટ્ટાઇ’ની હિન્દી રીમેકનું કામ ફરી પાટે ચડી રહ્યું છે. શરૂઆતમાં શાહિદ કપૂર પ્રોજેક્ટમાંથી નીકળી જતાં ફિલ્મ બનાવવાનું કામ અટકી પડ્યું હતું. હવે એવું સાંભળવા મળ્યું છે કે અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમ આ ફિલ્મમાં કામ કરશે. મૂળ ફિલ્મના ડિરેક્ટર એન. લિંગુસ્વામીને બદલે ડિરેક્શનની બાગડોર અબ્બાસ-મસ્તાન સંભાળશે. આ પહેલાં આર. માધવન અને અલી ઝફરને લેવાના હતા, પણ હવે ફિલ્મના મેઇન લીડ ઍક્ટર્સ તરીકે અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમને લેવામાં આવશે.

અનિશ્ચિત સમય માટે ફિલ્મ અભરાઈએ ચડી જતાં ફિલ્મના પ્રોડ્યુસર યુટીવીને ઘણું નુકસાન થયું છે, પણ હવે નવેસરથી એક વાર બધી વાતો થાળે પડી રહી છે. ‘દોસ્તાના’માં તેમની જબરદસ્ત કેમિસ્ટ્રી જામ્યા પછી બૉલીવુડમાં આ બન્નેની જોડી ચમકે એમ છે. આમેય ‘દોસ્તાના’ની રીમેક ક્યારે બનશે એ હજી કાંઈ નક્કી નથી ત્યારે આ ફિલ્મમાં બન્ને સાથે જોવા મળશે.