અભય દેઓલ પૂછશે વૉટ આર ધ ઑડ્સ?

19 May, 2020 09:00 PM IST  |  Ahmedabad | Mumbai Correspondence

અભય દેઓલ પૂછશે વૉટ આર ધ ઑડ્સ?

વૉટ આર ધ ઑડ્સ?

છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ ‘ચૉપસ્ટિક્સ’માં જોવા મળેલો અભય હવે ‘વૉટ આર ધ ઑડ્સ?’ નામની નેટફ્લિક્સની જ ફીચર ફિલ્મમાં જોવા મળશે. ‘વૉટ આર ધ ઑડ્સ?’ ટીનેજર્સના પ્રશ્નો, લવ લાઈફ, ફ્રેન્ડશિપને અલગ રીતે એક્સ્પ્લોર કરશે. મુંબઈનું બૅકડ્રોપ ધરાવતી આ ફિલ્મનું ટ્રેલર એક હળવી ફિલ-ગુડ કરાવતી ફિલ્મ જેવું લાગી રહ્યું છે. વાર્તાનું નરેશન ખુદ અભયના અવાજમાં કરવામાં આવ્યું છે. ‘વૉટ આર ધ ઑડ્સ’માં અભય દેઓલ ઉપરાંત, યશસ્વિની દયામા (દિલ્હી ક્રાઇમ), કરણવીર મલ્હોત્રા (ધ ફરગોટન આર્મી), મોનિકા ડોગરા (રોક ઓન) સહિતના કલાકારો છે. આવતી કાલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના ડિરેક્ટર મેઘા રામાસ્વામી છે અને આ ફિલ્મને અભય દેઓલે ‘દિલ્હી ક્રાઇમ’ના મેકર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. 

અભય દેઓલ આ ફિલ્મનો પ્રોડ્યુસર તથા ઍક્ટર પણ છે ત્યારે લૉકડાઉનમાં આપણને મનોરંજન મળશે તેની શક્યતા કેટલી- ‘વૉટ આર ધ ઑડ્સ?!

abhay deol bollywood bollywood news bollywood gossips entertainment news