05 April, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા
તાજેતરમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યાએ પુણે ખાતે એક પારિવારિક લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ તસવીરોમાં આરાધ્યાની હાઇટ અને લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ તસવીરોમાં ઐશ્વર્યા અને આરાધ્યાએ અલગ-અલગ ફંક્શનમાં અલગ-અલગ પણ મૅચિંગ કરીને આઉટફિટ પહેર્યા હતા. ફંક્શનમાં ઐશ્વર્યા અને આરાધ્યાની હેરસ્ટાઇલ પણ એકસરખી હતી. તેમણે તસવીરોમાં પણ એકસમાન પોઝ આપ્યા હતા. આરાધ્યાએ મોટા ભાગની તસવીરોમાં મમ્મી ઐશ્વર્યાનાં પોઝ અને સ્ટાઇલની જ કૉપી કરી છે. આ તસવીરો વાઇરલ થતાં લોકોએ પણ આ વાત નોટિસ કરી હતી. આ મામલે કેટલાકે આરાધ્યાનાં વખાણ કર્યાં હતાં તો કેટલાકે વાંકી ગરદન કરીને પોઝ આપવાની તેની સ્ટાઇલનું ટ્રોલિંગ કર્યું છે.
આરાધ્યા અત્યારે માત્ર ૧૩ વર્ષની છે અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. તે ઘણી વખત મમ્મી ઐશ્વર્યા સાથે જોવા મળે છે અને બહુ નાની વયે તેની લોકપ્રિયતા વધી ગઈ છે.