Pk માટે આમિરને બાર લાત ખાવી પડી

07 November, 2014 05:10 AM IST  | 

Pk માટે આમિરને બાર લાત ખાવી પડી


એમાં પણ થોડા-થોડા દિવસના અંતરે આ ફિલ્મ વિશે કંઈક ને કંઈક નવા સમાચાર આવતા રહે છે. હાલમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે આમિરને એક-બે નહીં પણ બાર લાત ખાવી પડી હતી. ના-ના, કોઈ બહારવાળું આવીને તેને લાત નહોતું મારી ગયું. વાત એમ છે કે ફિલ્મમાં એક સીનમાં આમિરને લાત ખાવાની હોય છે. આ સીન બરાબર નહોતો થઈ રહ્યો અને એ માટે વારંવાર ટેક લેવા પડતા હતા. આ ટેકને લગભગ દસથી બાર વાર લેવા પડ્યા જેના કારણે આમિરને દરેક સમયે લાત ખાવી પડી હતી.