આમિર ખાનની પુત્રી ઈરા ખાનનું આવું છે લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ ફોટોઝ

13 August, 2019 04:11 PM IST  |  મુંબઈ

આમિર ખાનની પુત્રી ઈરા ખાનનું આવું છે લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ ફોટોઝ

બોલીવુડ એક્ટર આમિર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. આમ તો ઈરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે, અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે. પરંતુ ઈરા ખાનના ફોટોઝ જુદા જ પ્રકારના હોય છે. ઈરાના ક્રેઝી ફોટોશૂટ અને તેમના લૂકની ચર્ચા ચારેકોર છે. તાજેતરમાં જ એક ગ્લેમરસ ફોટો શૅર કર્યા બાદ હવે ઈરા ખાને નવા ફોટોઝ પોસ્ટ કરીને ફેન્સને આકર્ષિત કર્યા છે.

આ તસવીરોમાં ઈરા ખાન બેલી બટન પિયર્સિંગ, ડ્રામેટિક મેક અપ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. સાથે જએક ફોટોમાં ઈરા ખાન બ્લેક કલરના ડ્રેસમાં દેખાય છે. હવે ફેન્સને તેમની આ તસવીરો અને ક્રેઝી અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ ઈરા ખાનના આ લૂકના વખાણ કરી રહ્યા છે. આ ફોટોઝ સાથે અપાયેલું કેપ્શન પણ જુદુ છે. તેમણે ફોટો સાથે કેપ્શન આપ્યું છ કે- Who Are you?

આ ફોટોઝમાં ઈરાના લૂકની સાથે સાથે તેમના પોઝ પણ ક્રેઝી છે અને ફોટોશૂટમાં વપરાયેલા પ્રોપ્સને કારણે ફોટોઝ અલગ પ્રકારના છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈરા ખાને પોતાના ફોટોશૂટો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં પણ કેપ્શનમાં તેમણે Who Are You ? જ લખ્યું હતું.

હકીકતમાં તો ઈરા પહેલા જ વાતનો અર્થ સમજાવી ચૂકી છે. તેમણે પહેલા ફોટો સાથે લખ્યું હતું,'મને એ વાતની સ્હેજ પણ જાણ નથી કે હું કોણ છું, પરંતુ મારા જીવનમાં જુદા જુદા સંદર્ભ છે અને હું આ સવાલથી ખુશ રહુ છું, કે શાંતિમાં રહું છું. મને કોઈ સવાલના જવાબની જરૂર નથી પડતી'

aamir khan bollywood entertaintment