ફૅમિલી સાથે પોરબંદર અને ગીરની મુલાકાત લીધી આમિર ખાને

28 December, 2020 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅમિલી સાથે પોરબંદર અને ગીરની મુલાકાત લીધી આમિર ખાને

આમિર ખાન

આમિર ખાન વાઇફ કિરણ રાવ, ઈરા ખાન અને આઝાદ સાથે ગુજરાતનાં પોરબંદર અને ગીરનાં જંગલોની મુલાકાત લીધી હતી. ગાંધીબાપુની જન્મભૂમિ પોરબંદરમાં જઈને તેણે તેમના ફોટો નિહાળ્યા હતા. આમિર લગ્નની પંદરમી ઍનિવર્સરી મનાવવા ફૅમિલી સાથે ગુજરાત પહોંચ્યો છે. આજે તેમની મૅરેજ-ઍનિવર્સરી છે. તેઓ ગીરની વુડ્સ હોટેલમાં રોકાયાં છે. સાસણગીરમાં જઈને આમિરે ફૅમિલી સાથે જંગલની સફારીનો આનંદ લીધો હતો. આમિરે હાલમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે.

 

aamir khan kiran rao gujarat entertainment news