27 May, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લંચ-ડેટ પરથી પરત ફરી રહેલા આ ત્રણેયનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બન્યો છે
આમિર ખાન હાલમાં ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ અને એક્સ-વાઇફ કિરણ રાવ સાથેના દીકરા આઝાદ રાવ ખાન સાથે લંચ-ડેટ પર જોવા મળ્યો. આ સમયે ગૌરી અને આઝાદ વચ્ચેની ફ્રેન્ડ્લી વાઇબ્સ ઊડીને આંખે વળગતી હતી. લંચ-ડેટ પરથી પરત ફરી રહેલા આ ત્રણેયનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બન્યો છે.
ગૌરી આ પહેલાં પણ આમિર તેમ જ તેની એક્સ-વાઇફ રીના દત્તાના દીકરા જુનૈદ ખાન સાથે એક ફંક્શનમાં જોવા મળી હતી. એ સમયે આમિર, ગૌરી અને જુનૈદે ક્રિકેટર શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ફોટો પડાવ્યો હતો, જે વાઇરલ થયો હતો. આમ ગૌરીની જુનૈદ અને આઝાદ સાથેની નિકટતા જોઈને લાગે છે કે તેની આમિર ખાનના દીકરાઓ સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. જોકે ગૌરી અને આમિરની દીકરી આઇરા જાહેરમાં ક્યારેય સાથે જોવા નથી મળ્યાં.