રાઝ કો રાઝ રહેને દો : આમિર ખાન

30 November, 2012 06:13 AM IST  | 

રાઝ કો રાઝ રહેને દો : આમિર ખાન



આમિર ખાનની આગામી ફિલ્મ ‘તલાશ’ સસ્પેન્સ ડ્રામા છે. એ આમિર ખાનની ફિલ્મ હોવાથી એને લગતી તમામ બાબતો ખાનગી રાખવામાં આવી છે. હજી સુધી કોઈને ખબર નથી કે ફિલ્મની વાર્તાનો પ્લૉટ શું છે. એને કારણે આ બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આમિરે ખુદ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર દર્શકોને અપીલ કરી છે કે ફિલ્મની ક્લાઇમૅક્સ બાબતે કોઈ જ વાતો છતી કરવામાં ન આવે.

આમિરે પહેલી વાર પોતાના ચાહકોને આવી કોઈ અપીલ કરી છે. તેને લાગે છે કે સસ્પેન્સ ફિલ્મનો એ જ ચાર્મ છે અને આખી ટીમ એ વાત ખાનગી રાખવામાં સફળ થઈ છે એટલે કુતૂહલ ચરમસીમાએ પહોંચ્યું છે. આ સીક્રેટ જાળવી રાખવા માટે કોઈ પ્રીવ્યુ સ્ક્રીનિંગ પણ કરવામાં નહીં આવે. ફિલ્મના કલાકારો અને ક્રૂ-મેમ્બર્સને પણ રિલીઝના આગલા દિવસે રાતે જ ફિલ્મ જોવા મળશે.