આમિર ખાનના ભાઈને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો?

10 September, 2020 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમિર ખાનના ભાઈને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો?

ફાઈલ તસવીર

વર્ષ 1994માં મધહોશ ફિલ્મથી આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાને ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો, જોકે તેને ધાર્યા મુજબની સફળતા મળી નહીં. બીજીબાજુ આમિર ખાનની 1999માં મેલા મુવી બાદ તે લાઈમલાઈટમાં આવ્યો હતો. ફૈસલ ખાને કહ્યું કે, ફેમિલી તેને જબરદસ્તી દવા આપતી હતી અને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો હતો.

બોલીવુડ હંગામા સાથે વાતચીત કરતા ફૈસલ ખાને કહ્યું કે, જ્યારે મારા કુટુંબને લાગ્યું કે હું ડિપ્રેસ્ડ છું અને પેરાનોઈડ સિક્ઝોફ્રેનિઆ છે મને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો અને જબરદસ્તી દવા આપી હતી. આ ગેરકાયદેસર હતુ પરંતુ હું ચૂપચાપ સહન કરતો રહ્યો કારણ કે મને લાગ્યું કે એક સમય પછી આ લોકોને સમજ પડશે કે હું પાગલ હોઉં તો તે એ લોકોને દેખાય. મે વિચાર્યું કે હું ચૂપ રહુ જ્યા સુધી તેઓને ખબર ન પડે કે મને વગર કારણે હેરાન કરી રહ્યા છે.

ફૈસલે ઉમેર્યું કે, 20 દિવસ સુધી જેજે હૉસ્પિટલમાં મારું માનસિક મૂલ્યાંકન થયું હતું. મને એક વર્ષ સુધી ખોટી દવાઓ આપવામાં આવી છે, જે ખોટી વાત છે. કુટુંબે મને સહીકર્તા હક્કો પણ છોડી દેવાનું કહ્યું પરંતુ મે નક્કી કર્યું કે આ માટે હું કોર્ટમાં જઈશ.

ફૈસલ થોડા સમયથી ન્યૂઝમાં છે કારણ કે તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આમિરના 50માં બર્થડેમાં તેનું કરણ જોહરે અપમાન કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગ્રુપીઝમ છે. આખુ વિશ્વ ભ્રષ્ટ છે જેમાં આ ઉદ્યોગનો પણ સમાવેશ છે.

નેપોટીઝમના મુદ્દામાં પણ ફૈઝલે કહ્યું કે, ઘણા એક્ટર્સ જેવા કે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને સુશાંતસિંહ રાજપૂત બહારથી આ ઉદ્યોગમાં આવ્યા છે પણ તેમણે સફળતા મેળવી છે. જો તમારા પિતા મોટા ડાયરેક્ટર હોય તો તમને અમૂક ફિલ્મમાં કાસ્ટ કરશે પરંતુ આખરે તમારે પોતાની જાતને સાબિત તો કરવી જ પડે છે.

faisal khan aamir khan