મેં જોયેલી બેસ્ટ ફિલ્મ pk : સચિન તેન્ડુલકર

18 December, 2014 03:37 AM IST  | 

મેં જોયેલી બેસ્ટ ફિલ્મ pk : સચિન તેન્ડુલકર




ફિલ્મ ‘pk’માં આમિર ખાનની ઍક્ટિંગથી ઇમ્પ્રેસ થયેલા સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે મેં જોયેલી અત્યાર સુધીની ફિલ્મોમાં ‘pk’ બેસ્ટ છે. આમિર ખાને મંગળવારે સચિન માટે આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ફિલ્મ જોયા બાદ સચિને કહ્યું હતું કે ‘આ ફિલ્મ સુપર્બ છે. મેં આમિરને વચન આપ્યું હોવાથી ફિલ્મની સ્ટોરી જાહેર નહીં કરું, પરંતુ એટલું તો કહીશ જ કે આ એક સાવ વેગળી ફિલ્મ છે એથી તમે બધા ‘pk’ જોજો. મેં જોયેલી આ બેસ્ટ ફિલ્મ છે અને મેં ક્યારેય જોઈ નથી એવી બેસ્ટ ઍક્ટિંગ આમિરે આ ફિલ્મમાં કરી છે.’

ફિલ્મ અને આમિર વિશે સચિને વધુમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં આમિરનો રોલ તદ્દન ડિફરન્ટ છે. સ્ટ્રૉન્ગ મેસેજ સાથેની આ આઉટ-ઑફ-ધ બૉક્સ ફિલ્મ છે. સૌએ આ ફિલ્મ જોવી જ જોઈએ. આમિરે બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે એમાં તો કોઈ શંકા જ નથી.’

રાજકુમાર હીરાણીના ડિરેક્શન અને વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હીરાણીના સહિયારા પ્રોડક્શનની આ ફિલ્મમાં આમિર ભોજપુરી બોલતા ઍસ્ટ્રોનૉટની ભૂમિકામાં છે. સચિને તો આ ફિલ્મમાં આમિર સાથે અનુષ્કા શર્માની ઍક્ટિંગને પણ વખાણતાં કહ્યું હતું કે ‘આમિર અને અનુષ્કાની જોડી અદ્ભુત છે. આ એક મસ્ટ વૉચ ફિલ્મ છે.’

આવતી કાલે રિલીઝ થનારી ‘pk’માં સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત અને સૌરભ શુક્લાના પણ મહત્વના રોલ છે.