આમિર ખાનના તુર્કીની ફર્સ્ટ લેડી એમિની એર્ડોગન સાથેના ફોટોઝ વાયરલ

17 August, 2020 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આમિર ખાનના તુર્કીની ફર્સ્ટ લેડી એમિની એર્ડોગન સાથેના ફોટોઝ વાયરલ

આમિર ખાન તુર્કીની ફર્સ્ટ લેડી એમિની એર્ડોગન સાથે

અભિનેતા આમીર ખાન(Aamir Khan) અને તુર્કી(Turkey)ની ફર્સ્ટ લેડી એમિની એર્ડોગન(First Lady Emine Erdogan)ની મુલાકાતના ફોટોઝ વાયરલ થયા છે પરંતુ લોકોએ તેને ટ્રોલ કર્યા છે કારણ કે તેઓ તુર્કીશ પ્રેસિડેન્ટ રિસિપ તાયીપ એર્ડોગને પાકિસ્તાનની સંસદમાં કાશ્મીર બાબતે જે નિવેદન આપ્યુ હતુ તે હજી ભૂલ્યા નથી.

આમીર ખાન હાલમાં તુર્કીમાં તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શુટિંગ કરી રહ્યો છે. એમિની એર્ડોગને આમિર સાથેનો ફોટો તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલમાં શૅર કર્યો છે. તેણે આમિર ખાનને વિશ્વમાં પ્રખ્યાત ભારતીય અભિનેતા ગણાવીને તેની ફિલ્મ જોવા જશે એમ કહ્યુ હતું.

ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ટોમ હેન્કની ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક છે. આમિરે અગાઉ કહ્યું હતું કે, એક સ્ક્રિપ્ટ તરીકે મને ફોરેસ્ટ ગમ્પ ગમે છે. આ એક ચરિત્રની અદ્ભુત વાર્તા છે.

bollywood bollywood news aamir khan turkey bollywood gossips laal singh chaddha