૧૫મી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરવા ફૅમિલી સાથે ઊપડ્યો આમિર ખાન

27 December, 2020 04:45 PM IST  |  Mumbai | Mumbai correspondent

૧૫મી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરવા ફૅમિલી સાથે ઊપડ્યો આમિર ખાન

૧૫મી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરવા ફૅમિલી સાથે ઊપડ્યો આમિર ખાન

આમિર ખાન તેની વાઇફ કિરણ રાવ સાથે ૧૫મી મૅરેજ-ઍનિવર્સરી મનાવવા મુંબઈની બહાર નીકળ્યો છે. જોકે તે ક્યાં ગયો છે એ જાણવા નથી મળ્યું. તેમની સાથે દીકરી ઇરા ખાન અને દીકરો આઝાદ પણ છે. તેઓ ઍરપોર્ટ પર દેખાયાં હતાં. ફોટોમાં આમિરના હાથમાં તકિયો પણ દેખાય છે. શૂટિંગ દરમ્યાન પણ આમિરે એ તકિયો પોતાની સાથે રાખ્યો હતો. તેમના અનેક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એક ફોટોમાં આઝાદ સૂટકેસની ટ્રોલી પર બેઠો છે અને આમિર એ ચલાવી રહ્યો છે. આમિરે થોડા સમય પહેલાં કરીના કપૂર ખાન સાથેની પોતાની ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે. એવું લાગી રહ્યું છે કે હવે વેડિંગ-ઍનિવર્સરીની સાથે જ ન્યુ યર પણ શહેરથી દૂર જઈને આમિર ખાન મનાવશે.

bollywood bollywood news bollywood gossips aamir khan