પ્યાર કિયા તો ડરના ક્યા?

13 February, 2021 09:00 AM IST  | 

પ્યાર કિયા તો ડરના ક્યા?

ઈરા ખાને ફિટનેસ ટ્રેઇનર નૂપુર શિખરે

આમિર ખાનની દીકરી ઈરા ખાને ફિટનેસ ટ્રેઇનર નૂપુર શિખરે સાથેના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. વૅલેન્ટાઇન્સ ડે પહેલાં જ તેણે લવ લાઇફ વિશે જાહેર કરી દીધું છે. ઈરા સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ તરીકે ફેમસ છે. સોશ્યલ મીડિયામાં તેના ફૅન્સ પણ ઘણા છે. ખાસ વાત એ છે કે નૂપુર આમિર ખાનનો ફિટનેસ ટ્રેઇનર છે. ઈરાએ તેની મમ્મી રીના દત્તા સાથે નૂપુરની મુલાકાત પણ કરાવી હતી. બન્નેએ સાથે દિવાળી પણ સેલિબ્રેટ કરી હતી. તેઓ આમિર ખાનના મહાબળેશ્વરના ફાર્મહાઉસમાં પણ સાથે ગયાં હતાં. મિશાલ કૃપલાણી સાથે બ્રેકઅપ બાદ ઈરાને નૂપુર સાથે પ્રેમ થયો હતો. ઈરાને કોરોના પણ થયો હતો. એ દરમ્યાન બન્ને વચ્ચે નિકટતા વધી ગઈ હતી. ઈરાએ તેના નામનું ટૅટૂ પણ બનાવ્યું છે. નૂપુર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઈરાએ કૅપ્શન આપી હતી કે તારી સાથે અને તારા માટે પ્રૉમિસ કરવી મારા માટે સન્માનની વાત છે.

aamir khan bollywood bollywood news