આ મ્યૂઝીશિયનને ડેટ કરી રહી છે આમિર ખાનની દીકરી ઈરા ખાન

13 June, 2019 02:49 PM IST  | 

આ મ્યૂઝીશિયનને ડેટ કરી રહી છે આમિર ખાનની દીકરી ઈરા ખાન

આમિર ખાનની દીકરી ઈરા ખાન અને મિશાલ ક્રિપલાની

બૉલીવુડ એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાને કન્ફર્મ કર્યું છે કે તે મ્યૂઝીશિયન મિશાલ ક્રિપલાનીને ડેટ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઈરાએ રિલેશનશિપને લઈને ચર્ચા ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરા, મિશાલને ડેટ કરી રહી છે પરંતુ તેમણે એ જાહેરમાં સ્વીકાર્યું નથી. પણ હવે ઈરાએ આ વાતને ઑફિશિયલી સ્વીકારી લીધી છે કે તે અને મિશાલ સાથે છે.

આમ તો ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઈન્સ્ટા સ્ટોરીમાં લોકોને કઈપણ પૂછવા કહ્યું હતું. એવામાં એક ફેનએ પૂછ્યું કે શું તમે કોઈને ડેટ કરી રહ્યા છો? તો ઈરાએ એનો જવાબ આપતા મિશાલની સાથે પોતાની એક તસવીર શૅર કરી જેમા તે મિશાલને ગળે મળતી નજર આવી રહી છે. તસવીરને શૅર કરતા ઈરાએ મિશાલને ટેગ પણ કર્યું છે.

આ પણ વાંચો : અર્જુન કપૂરે પોસ્ટ કર્યો શર્ટલેસ ફોટો, મલાઈકાએ કરી આ કમેન્ટ

જણાવી દઈએ કે ઈરા હંમેશા મિશાલની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી રહે છે. ઈરાએ વેલેન્ટાઈન ડેના દિવસે મિશાલનો એક વીડિયો પણ શેર કર્યો હતો. એ સિવાય ઈરાના બર્થ-ડે પર મિશાલે પણ તેને વિશ કરતા એક પોસ્ટ શૅર કરી હતી. બૉલીવુડમાં એન્ટ્રીને લઈને વાત કરીએ તો આમિર ખાને એકવાર 'કૉફી વિથ કરણ 6'માં જણાવ્યું હતું કે ઈરા અને જુનૈદ બન્ને જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છે છે.

aamir khan bollywood news