૯.૭૫ કરોડનો અપાર્ટમેન્ટ ખરીદ્યો આમિર ખાને

28 June, 2024 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ અપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૧૦૨૭ સ્ક્વેર ફીટ છે

ફાઇલ તસવીર

આમિર ખાને બાંદરામાં આવેલા પાલી હિલમાં ૯.૭૫ કરોડ રૂપિયાનો નવો અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટ એકદમ તૈયાર છે અને કોઈ પણ સમયે એમાં રહેવા જઈ શકાય છે. આ અપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૧૦૨૭ સ્ક્વેર ફીટ છે. મંગળવારે આ ડીલ ફાઇનલ થઈ હતી. એ માટે આમિરે ૫૮.૫ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રજિસ્ટ્રેશન માટે ચૂકવ્યા છે. આ સાથે જ આમિરની પાલી હિલમાં અન્ય પ્રૉપર્ટી પણ છે. પાલી હિલના બેલા વિસ્ટા અપાર્ટમેન્ટમાં અને મરીના અપાર્ટમેન્ટ્સમાં પણ પ્રૉપર્ટી છે. આ બન્ને પ્રૉપર્ટી હાલમાં રીડેવલપમેન્ટમાં છે. આ સાથે જ આમિરનું બાંદરામાં ૫૦૦૦ સ્ક્વેર ફીટનું સી-ફેસિંગ ઘર પણ છે. આ ઘર બે ફ્લોરનું છે, જેમાં ખૂબ જ મોટો ઓપન એરિયા પણ છે. ૨૦૧૩માં આમિરે પંચગનીમાં સાત કરોડ રૂપિયામાં બે એકરનું ફાર્મહાઉસ ખરીદ્યું હતું. કેટલાક રિપોર્ટ મુજબ તેણે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના એક પ્રોજેક્ટમાં ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે અને એમાં આમિરે ૨૨ અપાર્ટમેન્ટ ખરીદ્યા હોવાની ચર્ચા છે.

aamir khan entertainment news bollywood bollywood news