હૅપી પટેલ: ખતરનાક જાસૂસના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ગૌરી સ્પ્રૅટના હાથમાં હાથ નાખીને પહોંચ્યો આમિર ખાન

16 January, 2026 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ આજે રિલીઝ થઈ રહી છે અને રિલીઝ પહેલાં ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં આમિર ખાન તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટનો હાથ પકડીને હાજર રહ્યો હતો.

ગૌરી સ્પ્રૅટ, આમિર ખાન અને સુનિલ ગ્રોવર

આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ આજે રિલીઝ થઈ રહી છે અને રિલીઝ પહેલાં ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં આમિર ખાન તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટનો હાથ પકડીને હાજર રહ્યો હતો. આ પ્રીમિયરમાં  દીકરો જુનૈદ, દીકરી આઇરા, જમાઈ નૂપુર શિખરે, ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ, માતા ઝીનત હુસૈન અને બહેનો નિખત તથા ફરહત ખાન પણ હાજર રહ્યાં હતાં. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઇમરાન ખાન પાર્ટનર લેખા વૉશિંગ્ટન સાથે પહોંચ્યો હતો. આ સિવાય તૃપ્તિ ડિમરી, સુનીલ ગ્રોવર, ફાતિમા સના શેખ, જૉની લીવર, કુણાલ ખેમુ તેમ જ સોનાલી બેન્દ્રે જેવી સેલિબ્રિટીઓએ પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ પ્રીમિયર વખતે રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સે આમિર ખાનને મજાકમાં સુનીલ ગ્રોવર કહીને બોલાવીને વાતાવરણ હળવું કરી દીધું હતું. હકીકતમાં ફિલ્મના એક પ્રમોશનલ વિડિયોમાં આમિર ખાન અને સુનીલ ગ્રોવરની અદલાબદલી દેખાડવામાં આવી છે અને એટલે જ ફોટોગ્રાફર્સે આ મજાક કરી હતી.

aamir khan gauri spratt sunil grover upcoming movie latest trailers bollywood buzz bollywood news bollywood entertainment news