આમિર-કિરણને ૧ કલાકના ૨ કરોડ?

26 February, 2015 04:03 AM IST  | 

આમિર-કિરણને ૧ કલાકના ૨ કરોડ?




ટેલિવિઝન શો ‘સત્યમેવ જયતે’ કર્યા બાદ આમિર ખાનનું હૃદયપરિવર્તન થઈ ગયું હતું. સમાજ સુધારવાની ઝુંબેશ ચલાવનાર આમિરે નિર્ણય લીધો હતો કે તે ફક્ત સમાજને લાભદાયી હોય એવી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં જ કામ કરશે.

જોકે હાલમાં જ મળેલી માહિતી મુજબ આમિર એક ઘરેલુ પ્રોડક્ટને એન્ર્ડોસ કરવા માટે તૈયાર થયો છે. આ બ્રૅન્ડને એન્ર્ડોસ કરવા માટે આમિરની સાથે તેની પત્ની કિરણ રાવને પણ પસંદ કરવામાં આવી છે. આ કપલે આ બ્રૅન્ડના એન્ર્ડોસમેન્ટ માટે બે કરોડની ઑફર થઇ છે, જે માટે તેમણે ફક્ત એક કલાકનું શૂટ કરવાનું રહેશે.

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ ઍડ દ્વારા આમિર એન્ર્ડોસમેન્ટ માટે સૌથી વધુ રકમ મેળવતો અભિનેતા બની જશે. સામાન્ય રીતે એક ઍડ શૂટ માટે બેથી ત્રણ દિવસનો સમય લાગે છે, પરંતુ આમિરને ફક્ત એક કલાકના શૂટિંગ માટે બે કરોડ આપવામાં આવશે. ઍડમેકર એવું માને છે કે આમિરની સાથે કિરણને પણ પસંદ કરવાથી ઍડમાં નૉવેલ્ટી જોવા મળશે.

જો આ ડીલ સફળ રહી તો આમિર બૉલીવુડનાં કપલ શાહરુખ ખાન અને ગૌરી ખાન, અભિષેક બચ્ચન અને ઐfવર્યા રાય બચ્ચન, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જેવાં કપલોની સાથે જોડાઈ જશે. તેમણે એકસાથે ઍડ કરી છે.