આમિર બન્યો કૅટનો સીક્રેટ સૅન્ટા

11 December, 2012 07:54 AM IST  | 

આમિર બન્યો કૅટનો સીક્રેટ સૅન્ટા




આમિર ખાન અને કૅટરિના કૈફ હાલમાં ‘ધૂમ ૩’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન વાત-વાતમાં કૅટરિનાએ લંડનમાં પોતાના પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી કરવાની ઇચ્છા જાહેર કરી હતી. કૅટરિનાની આ ઇચ્છા જાણ્યા બાદ સહકલાકાર આમિર તેને માટે સીક્રેટ સૅન્ટા ક્લૉઝ બની ગયો હતો. તેણે ફિલ્મના પ્રોડ્યુસરને વિનંતી કરીને શૂટિંગ-શેડ્યુલ એક અઠવાડિયું મોડું કરવા માટે મનાવી લીધા જેથી કૅટ પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી કરી શકે.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આમિર એક દિવસ બહુ સારા મૂડમાં હતો ત્યારે કૅટરિનાએ લંડનમાં પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યરના તહેવારોનું સેલિબ્રેશન કરવાની ઇચ્છા તેની પાસે જાહેર કરી હતી. કૅટરિનાની આ ઇચ્છા પૂરી કરવા આમિરે ફિલ્મના પ્રોડ્યુસરને વિનંતી કરીને શૂટિંગ-શેડ્યુલ એક અઠવાડિયું મોડું કરવા મનાવી લીધા જેથી કૅટ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકે.’

કૅટ અત્યારે ‘ધૂમ ૩’ના પોતાના સ્ટન્ટની પ્રૅક્ટિસ કરી રહી છે ત્યારે હવે આ ફિલ્મના બીજા શેડ્યુલનું ફેબ્રુઆરીમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે.