25 September, 2023 06:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન (ફાઈલ તસવીર)
હિમાચલ પ્રદેશમાં કુદરતે જે કાળો કેર વર્તાવ્યો છે એને કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. આકાશમાંથી અનરાધાર આફત વરસી હતી. એવામાં પૂરપીડિતોની મદદ માટે આમિર ખાને પચીસ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. ત્યાં ભૂસ્ખલન થતાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. એવામાં આમિરે આપેલી આ રકમથી લોકોને થોડી ઘણી રાહત મળશે. આ વાતની જાણકારી આપતાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન ઠાકુર સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ‘આ રકમ લોકોને રાહત આપવા અને તેમના પુનર્વસન માટે ખૂબ મદદ કરશે. આમિર ખાને કરેલી મદદ રાજ્યમાં પ્રભાવિત લોકોને ફરીથી બેઠા કરવા માટે મોટા ભાગે મદદ કરશે.’