ફૅમિલી સાથે બનાવેલી ફિલ્મ ક્યારેય ગ્રેટ નથી બનતી : શ્રુતિ હાસન

10 August, 2020 12:18 PM IST  |  Mumbai Desk | Agencies

ફૅમિલી સાથે બનાવેલી ફિલ્મ ક્યારેય ગ્રેટ નથી બનતી : શ્રુતિ હાસન

શ્રુતિ હાસન

શ્રુતિ હાસનનું કહેવું છે કે જો તે તેની ફૅમિલી સાથે ફિલ્મમાં કામ કરે તો એ જરૂરી નથી કે સારી જ ફિલ્મ બને. કમલ હાસન અને સારિકાની દીકરી છે શ્રુતિ. તેમ જ તેની બહેન આકાંક્ષા પણ ઍક્ટ્રેસ છે. તેણે ક્યારેય પણ તમામ સાથે એક જ ફિલ્મમાં કામ કરવાનું નથી વિચાર્યું. આ વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘આ વિશે મેં નથી વિચાર્યું, કારણ કે મને નથી લાગતું કે તેમની સાથે હું કામ કરીશ તો એ સારી જ ફિલ્મ બનશે. દરેક વ્યક્તિ એક જ ફૅમિલીના. આ ફિલ્મ ક્યારેય સારી નહીં બને. મને લાગે છે કે દરેક ફિલ્મની પોતાની લાઇફ હોય છે અને ત્યાર બાદ અમે ઍક્ટર્સ એનો ભાગ બનીએ છીએ અને એની તકદીરમાં જોડાઈએ છીએ. આ વસ્તુ કોઈ પણ ઍક્ટર્સ સાથે બની શકે છે, પરંતુ એ ફૅમિલી જ હોવી જોઈએ એ જરૂરી નથી.’

shruti haasan bollywood bollywood news bollywood gossips