બૉલીવુડની ફિલ્મોમાં મરજીથી થતા સેક્સને દેખાડવામાં નથી આવતા: ઝોયા અખ્તર

09 March, 2019 10:45 AM IST  | 

બૉલીવુડની ફિલ્મોમાં મરજીથી થતા સેક્સને દેખાડવામાં નથી આવતા: ઝોયા અખ્તર

ઝોયા અખ્તર

ઝોયા અખ્તરનું કહેવું છે કે હિન્દી ફિલ્મોમાં સેક્સને જે રીતે રજૂ કરવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે. હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે બળાત્કાર, ફિઝિકલ અબ્યુઝ અથવા તો છેડતી કરવામાં આવી રહી હોય એવું જ દેખાડવામાં આવે છે. તેનું માનવું છે કે ટીનેજમાં આવાં દૃશ્યો જ્યારે બાળકો જોઈ લે છે ત્યારે એની અસર લાંબા સમયે જોવા મળે છે. આ વિશે વધુ જણાવતાં ઝોયાએ કહ્યું હતું કે ‘મને એનો અહેસાસ ઘણો મોડો થયો કે હું જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે મેં હિન્દી ફિલ્મોમાં ફક્ત ફિઝિકલ અબ્યુઝ જ જોયું છે. આ ખૂબ જ અજીબ કહેવાય છે; કારણ કે આપણને બળાત્કાર, છેડતી અને જાતીય સતામણી કરતા હોય એવાં દૃશ્ય જોવાની છૂટ છે, પરંતુ મરજીથી થતા સેક્સની નહીં. એની અસર તમારા વ્યક્તિત્વ પર પડે છે, કારણ કે તમને બે વ્યક્તિને પ્રેમભરી પળોમાં કિસ કરતાં જોવા દેવામાં નથી આવતા. લોકોને કેવો પ્રેમ જોઈએ છે અને તેઓ કેવી રીતે પ્રેમ કરવા માગે છે એની તમને જાણ જ નથી હોતી.’

આ પણ વાંચો : આન્ટી કહેતાં ગુસ્સે થઈ કરીના કપૂર ખાન

અત્યારે સેક્સને જે રીતે રજૂ કરવામાં આવે છે એ વિશે જણાવતાં ઝોયાએ કહ્યું હતું કે ‘તમે અત્યારે જે દેખાડી રહ્યા છો એમાં મહિલા હંમેશાં ના કહેતી જોવા મળે છે અને પુÊરુષ તેના પર કૂદકો મારીને ચડી જાય છે. તમે જ્યારે બાળક હો ત્યારે એના પર વધુ ફોક્સ નથી કરતા, પરંતુ લાંબા સમયે એની અસર તમારા પર જોવા મળે છે.’

zoya akhtar bollywood news