ચાંદની બારમાં તબુ સાથે કામ કરવું એ મારા માટે ટર્નિંગ પૉઇન્ટ: M ભંડારકર

05 January, 2020 02:21 PM IST  |  Mumbai Desk

ચાંદની બારમાં તબુ સાથે કામ કરવું એ મારા માટે ટર્નિંગ પૉઇન્ટ: M ભંડારકર

મધુર ભંડારકરનું કહેવું છે કે ‘ચાંદની બાર’માં તબુ સાથે કામ કરવું એ તેના માટે એક ટર્નિંગ પૉઇન્ટ હતો. ઝી ટીવીના એક શો ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’માં મધુર હાજર રહ્યો હતો. તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષનો સમય પસાર કર્યો છે. આ શોને સોશ્યલ મીડિયા અને યુટ્યુબ સેન્સેશન સિદ્ધાર્થ કાનન હોસ્ટ કરે છે. આ શો ઝી ટીવી પર રવિવારે સાંજે ૬ વાગ્યે ટેલિકાસ્ટ થશે. આ શોમાં જર્ની વિશે પૂછવામાં આવતાં મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘હું ડિલિવરી બૉય તરીકે કામ કરતો હતો અને ચાર વર્ષ સુધી લોકોના ઘરે-ઘરે જઈને વિડિયો કૅસેટ્સ ડિલિવર કરતો હતો. ફિલ્મો જોઈને હું ફિલ્મમેકર બનવા પ્રેરિત થયો હતો. હવે મેં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષનો સમય પસાર કર્યો છે. હું જ્યારે બાળક હતો ત્યારે હું શૂટિંગ જોવા સેટ્સ પર જતો હતો. હું એ વાત હંમેશાંથી જાણતો હતો કે મારે શું બનવું છે. આજે પણ મિથુનદા યાદ કરીને કહે છે કે આ એ જ છોકરો છે જે વિડિયો કૅસેટ્સ ડિલિવર કરતો હતો.’

મધુર ભંડારકરની ફેવરિટ હિરોઇન તબુ છે. તેની પ્રશંસા કરતાં મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ચાંદની બાર’માં તબુ સાથે કામ કરવું એ મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ હતો. જે રીતે તબુએ એ રોલ ભજવ્યો હતો એનાથી ન માત્ર તેની કરીઅર બદલાઈ ગઈ, પરંતુ મારી કરીઅરને પણ એક દિશા મળી ગઈ હતી. હું એક ફ્લૉપ ફિલ્મમેકર હતો. એવા સમયે તેણે મારા પર ભરોસો મૂક્યો હતો. આ જ કારણ છે કે તેની સાથે મારું સ્પેશ્યલ કનેક્શન છે.’

madhur bhandarkar tabu bollywood bollywood gossips bollywood news