જાવેદ અખ્તર માફી ન માગે તો જીભ ખેંચી કાઢીશું : કરણી સેના

05 May, 2019 11:45 AM IST  |  રાજસ્થાન

જાવેદ અખ્તર માફી ન માગે તો જીભ ખેંચી કાઢીશું : કરણી સેના

જાવેદ અખ્તર

રાજસ્થાનમાં ઘૂંઘટ અંગે કરેલી વિવાદી ટિપ્પણ બાદ કરણી સેનાએ જાવેદ અખ્તરને તાકીદે માફી માગવા અન્યથા તેમની આંખો અને જીભ ખેંચી કાઢવાના કરણી સેનાના મહારાષ્ટ્ર વિંગના અધ્યક્ષ જીવનસિંહે ધમકી આપી છે. જોકે, જાવેદ અખ્તરે એવું ટ્વીટ કર્યું હતું કે તેમના નિવેદનને વિકૃત રીતે રજૂ કરાયું હતું, તેમણે એવું કહ્યું જ ન હતું.

એક વેબ પોર્ટલ અનુસાર કરણી સેનાના મહારાષ્ટ્ર વિંગના અધ્યક્ષ જીવનસિંહે કહ્યું હતું કે ‘જો ત્રણ દિવસમાં જાવેદ અખ્તર પોતાની ટિપ્પણ અંગે દિલગીરી વ્યક્ત નહીં કરે તો તેમની આંખો અને જીભ ખેંચી કઢાશે, એટલું જ નહીં કરણી સેના તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરશે.’ એક રાષ્ટ્રીય અખબારે એવો પણ દાવો કર્યો હતો કે ચીમકી આપતો જીવનસિંહનો વિડિયો પણ અખબારને મોકલાયો છે.

ઉલ્લેખનીય છે કે, શિવસેનાના બુરખા પરના પ્રતિબંધ અંગેના નિવેદનની પ્રતિક્રિયા આપતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, આવા કાયદાને તેઓ આવકારશે પણ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલાં સરકારે રાજસ્થાનમાં ઘૂંઘટ પર પ્રતિબંધ મૂકવો પડશે.

આ પણ વાંચો : આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે : જૉન એબ્રાહમ

દરમ્યાન જાવેદ અખ્તરે આજે ટ્વિટરના માધ્યમથી એવું જણાવ્યું હતું કે, તેમના નિવેદનને વિકૃત રીતે રજૂ કરાયું છે. તેમણે કહ્યું કે ‘મેં એવું કહ્યું હતું કે શ્રીલંકાએ ભલે સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મૂક્યો હોય પરંતુ તે મહિલા સશક્તીકરણ માટે પણ આવકાર્ય છે, ચાહે બુરખો હોય કે ઘૂંઘટ તે પ્રતિબંધિત હોવા જોઈએ.’ સાથે જાવેદે જમણેરી તkવોની આલોચનાના જવાબમાં કહ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર સલામતી ખાતર જ મહિલાઓના સન્માન અને સશક્તીકરણનો છે. બુરખા અને ઘૂંઘટ બંને પ્રકારનાં નિયંત્રણો અનિચ્છનીય છે.

javed akhtar bollywood news