પ્રિયંકા ચોપડા જોનસ ક્યારે બનશે મમ્મી ?

04 March, 2020 07:27 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપડા જોનસ ક્યારે બનશે મમ્મી ?

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ તેના પતિ નિક જોનસ ફૅમિલીની શરૂઆત કરવા માગે છે. પ્રિયંકા અને નિકે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને પાંચ મહિના થયા છે ત્યારે તે પ્રેગ્નન્ટ હોવાની અફવા ઊડી હતી. આજે મધર્સ ડે છે. તે ક્યારે મમ્મી બનવા માગે છે એ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હા, હું પણ મમ્મી બનવા માગું છું. હું હંમેશાં એવું ઇચ્છતી હતી અને હજી પણ ઇચ્છું છું. તમને ખબર જ હશે કે જ્યારે ભગવાનની ઇચ્છા હશે ત્યારે એ શક્ય બનશે.’

નિક સાથેનાં લગ્ન પહેલાં પ્રિયંકાએ મમ્મી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઑક્ટોબરમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા કેટલાક ફ્રેન્ડ્સને બેબી જન્મી છે. તેમને જોઈને મને પણ લાગે છે કે મારે હવે ઉતાવળ કરવાની જરૂર છે.’

ડ્રેસિંગ માટે હંમેશાં નિકની હેલ્પ લે છે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે હંમેશાં ફૅશન માટે નિકની હેલ્પ લે છે. આ મહિનાની શરૂઆતમાં જ ન્યુ યૉર્કમાં યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટમાં તેણે પતિ સાથે હાજરી આપી હતી. ૨૦૧૭માં યોજાયેલી આ ઇવેન્ટમાં તેઓ પહેલી વાર જાહેરમાં જોવા મળ્યાં હતાં અને ત્યાંથી તેમની લવ-સ્ટોરીની શરૂઆત થઈ હતી. ડ્રેસિંગ અને ફૅશન વિશે શું તે નિકની મદદ લે છે એ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં તેનો ઓપિનિયન લઉં છું. તે ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેની કપડાં પસંદ કરવાની ચૉઇસ પણ ખૂબ જ અદ્ભુત છે. મને એવા પુરુષ ખૂબ ગમે છે જે પોતાની કાળજી પોતે લઈ શકતા હોય. મારા પપ્પા પણ એવા જ હતા. તેઓ પોતાની કાળજી પોતે લેતા હતા અને આ દેખાડે છે કે તમે તમારી પત્નીની કાળજી કેટલી લો છો. તમે પણ તમારી પત્નીની કાળજી લો. પોતાની કાળજી લો. નિકની આ ટેવ મને ખૂબ જ ગમે છે.

આ પણ વાંચો : મારા માટે સૌથી મોટો ખાન ઇરફાન છે : કરીના કપૂર ખાન

હું જ્યારે પણ કોઈ પણ બે ચૉઇસ વચ્ચે ફસાઈ જાઉં છું ત્યારે તેની મદદ લઉં છું. આ શૂઝ અથવા તો આ ડ્રેસ બેમાંથી એક પસંદ કરવું હોય ત્યારે હું નિકની મદદ લઉં છું. કોઈ જ્વેલરી અથવા તો સ્ટાઇલને લગતી કોઈ પણ વાત હોય તો હું તેની મદદ લઉં છું. જોકે તેની ફૅશન વિશે તે મને વધુ નથી પૂછતો. તે હંમેશાં મારા માટે કંઈક ને કંઈક ખરીદતો રહે છે. તે મારા માટે ડ્રેસ ખરીદે છે એ મને ખૂબ ગમે છે.’

priyanka chopra Nick Jonas bollywood news