રણવીર સાથે ટ્રાવેલ કરતી વખતે કેમ સોય-દોરો લઈને ફરવું પડે છે દીપિકાને?

03 January, 2020 05:23 PM IST  |  Mumbai Desk

રણવીર સાથે ટ્રાવેલ કરતી વખતે કેમ સોય-દોરો લઈને ફરવું પડે છે દીપિકાને?

દીપિકા પાદુકોણ જ્યારે પણ રણવીર સિંહ સાથે ટ્રાવેલ કરતી હોય છે ત્યારે પોતાની સાથે સોય-દોરાની કિટ અને સેફ્ટીપિન્સ રાખે છે. ‘ધ કપિલ શર્મા શો’માં દીપિકાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલની રિયલ લાઇફ પર આધારિત ‘છપાક’માં દીપિકા લીડ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રણવીર સાથે ટ્રાવેલ કરતી વખતે પોતાની સાથે સોય-દોરો રાખવાં પડે છે. એનું કારણ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘અમે બાર્સેલોનાના એક મ્યુઝિક ફેસ્ટિવલમાં હતાં. એ ફેસ્ટિવલમાં રણવીર વિચિત્ર ડાન્સ કરી રહ્યો હતો. તેણે એ વખતે લૂઝ પૅન્ટ પહેર્યું હતું. અચાનક મેં અજીબ અવાજ સાંભળ્યો હતો. તેનું પૅન્ટ ફાટી ગયું હતું. હું તરત જ તેનું પૅન્ટ સીવવા લાગી હતી અને એ પણ એ વખતે જ્યારે મારી આસપાસ પણ લોકો ડાન્સ કરી રહ્યા હતા. હું ક્યારેક અન્ય હાઉસવાઇફની જેમ રણવીરના પર્સમાંથી પૈસા પણ લઉં છું.’

deepika padukone ranveer singh bollywood bollywood news bollywood gossips