હિના ખાન-કુશલ ટંડનની ફિલ્મ અનલૉક: ધ હૉન્ટેડ ઍપમાં શું છે?

27 February, 2020 07:55 PM IST  |  Mumbai Desk | parth dave

હિના ખાન-કુશલ ટંડનની ફિલ્મ અનલૉક: ધ હૉન્ટેડ ઍપમાં શું છે?

ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવની આગામી ફિલ્મમાં જાણીતા ટીવી કલાકારો હિના ખાન અને કુશલ ટંડન જોવા મળશે. આ ડિજિટલ ફિલ્મનું નામ ‘અનલૉક : ધ હૉન્ટેડ ઍપ’ છે જે ૧૩ માર્ચે રિલીઝ થઈ રહી છે. દેબાતમા મંડલ નિર્દેશિત આ ફિલ્મ ટેક્નો-હૉરર છે જે ટેક્નૉલૉજીની ડાર્ક સાઇડને રજૂ કરે છે. આ ફિલ્મમાં એક એવી ઍપની વાત છે જે દુષ્ટમાં દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરે છે. સુહાની (હિના ખાન) અમર (કુશલ ટંડન)ના પ્રેમમાં હોય છે અને જ્યારે સુહાનીને ખબર પડે છે કે તેની ફ્લૅટ-મેટ રિદ્ધિ (અદિતિ આર્ય) અને અમર એકબીજાની નજીક આવી રહ્યાં છે ત્યારે તે એક ઍપ ઇન્સ્ટૉલ કરે છે અને તેની ઇચ્છાઓ પૂરી થવા માંડે છે.

હિના ખાને હંગામા પ્લેની ઓરિજિનલ સિરીઝ ‘ડેમેજ્ડ 2’થી ડિજિટલ ડેબ્યુ કર્યું છે અને તાજેતરમાં તે વિક્રમ ભટ્ટની સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘હેક્ડ’માં જોવા મળી હતી. તો કુશલ ટંડન ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’ અને ‘બેહદ’ જેવા ટીવી શો માટે જાણીતો છે. ‘અનલૉક : ધ હૉન્ટેડ ઍપ’માં આ બન્ને કલાકારો ઉપરાંત અદિતિ આર્ય અને રિષભ સિંહા પણ જોવા મળશે. પૂર્વ ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૫’ અદિતિ આર્ય ‘તંત્ર’, ‘સ્પોટલાઇટ સીઝન 2’ અને રિષભ સિંહા ‘કુબૂલ હૈ’ શોમાં કામ કરી ચૂક્યા છે.

bollywood bollywood news bollywood gossips hina khan indian television