રણવીર સિંહની ઍક્ટિંગ અને જપાન વચ્ચે શું કનેક્શન છે?

27 November, 2019 11:52 AM IST  |  Mumbai

રણવીર સિંહની ઍક્ટિંગ અને જપાન વચ્ચે શું કનેક્શન છે?

રણવીર સિંહ

રણવીર સિંહની અને તેની ઍક્ટિંગને જપાન સાથે કનેક્શન છે. રણવીરે ‘બૅન્ડ બાજા બારાત’થી લઈને ‘ગલી બૉય’ અને ‘સિમ્બા’ સુધીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ‘ગલી બૉય’ની ઍક્ટિંગ માટે તેના ઘણાં વખાણ કરવામાં આવ્યાં હતાં. ઝોયા અખ્તરની આ ફિલ્મ માટે તેણે જપાનની થિએટર ઍક્ટિંગ ટૅકનિકનો ઉપયોગ કર્યો હતો. આ વિશે પૂછતાં રણવીરે કહ્યું હતું કે ‘એને આર્ટ ઑફ એબસન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. બૉલીવુડમાં લીડ હીરો તરીકે તમને સ્ક્રીન પર હંમેશાં હાજર રહેવાનું શીખવવામાં આવે છે.

આ પણ વાંચો : પતિ-પત્નીની લવલાઇન બનશે ભૂમિ પેડણેકર

જોકે ‘આર્ટ ઑફ એબસન્સ’માં તમે ફ્રેમમાં હોવા છતાં લોકોની નજરથી કેવી રીતે દૂર રહી શકો એ શીખવવામાં આવે છે. આ ટૅકનિક દ્વારા પર્ફોર્મન્સ પર એની ખૂબ જ અસર પડે છે.’

ranveer singh bollywood news