WAR Teaser:ટાઈગર શ્રોફ-હ્રિતિક રોશન વચ્ચે શરૂ થયું યુદ્ધ

15 July, 2019 11:33 AM IST  |  મુંબઈ

WAR Teaser:ટાઈગર શ્રોફ-હ્રિતિક રોશન વચ્ચે શરૂ થયું યુદ્ધ

ધમાકેદાર છે ફિલ્મનું ટીઝ

લાંબા સમયથી ટાઈગર શ્રોફ અને હ્રિતિક રોશનની ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી. જ્યારથી આ બંને એક ફિલ્મમાં સાથે કામ કરવાના હોવાની જાહેરાત થઈ ત્યારથી જ લોકોને ઉત્સુક્તા જાગી હતી. બંને સ્ટાર્સ ડાન્સમાં એક્કા છે, એક્શનમાં શાનદાર છે, ત્યારે ફિલ્મ કેવી હશે તે અંગે ક્યાસ લગાવાઈ રહ્યા હતા. જો કે હવે ટાઈગર અને હ્રિતિકની ફિલ્મનું ટીઝર સામે આવી ચૂક્યુ છે. આ ટીઝરમાં બંનેનો એક્શન પેક્ડ અવતાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે.


આ ફિલ્મના નામનો કેટલાક સમય પહેલા જ ખુલાસો થયો હતો, હવે ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મનું નામ War છે, અને નામ પ્રમાણે જ ફિલ્મમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ વચ્ચે વૉર દેખાઈ રહી છે. ફિલ્મનું નામ સાંબળથા જ તે કેટલી જબરજસ્ત હશે તેનો અંદાજ આવે છે, અને આ વાત ટીઝરમાં દેખાય પણ છે. ફિલ્મના ટીઝરમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ એકબીજાને મારવા તલપાપડ દેખાઈ રહ્યા છે.

ફિલ્મના ટીઝરમાં ધમાકેદાર એક્શન સિકવન્સ બતાવાઈ છે. આ ટીઝર જોતા જ લાગે છે કે 2019માં વધુ એક હિટ ફિલ્મ આવી રહી છે. હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ બંને પોતાની એક્શન માટે જાણીતા છે, ત્યારે ટીઝરમાં બંને લડતા દેખાઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે જીતે છે કોણ.

આ પણ વાંચોઃ તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

યશરાજ ફિલ્મે પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફની સાથે વાણી કપૂર પણ છે. ફિલ્મ હિન્દીની સાથે સાથે તમિલ, તેલુગુમાં પણ રિલીઝ થશે. ટાઈગર અને હ્રિતિકની આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.

tiger shroff hrithik roshan bollywood entertaintment