ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને સ્વરાની ઝાટકણી કાઢી વિવેક અગ્નિહોત્રીએ

20 December, 2019 12:13 PM IST  |  Mumbai

ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને સ્વરાની ઝાટકણી કાઢી વિવેક અગ્નિહોત્રીએ

વિવેક અગ્નિહોત્રી

સિટિઝનશિપ કાયદાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સપોર્ટમાં બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ આવી છે. તેમનું કહેવું છે કે પોલીસે કરેલી હિંસા ખોટી છે. આ વિશે ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું હતું અને એમાં ભારતનો નક્શો ખોટો હતો. આ વિશે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં શૅર કરેલાં પહેલાં બે ફોટો આઇએસઆઇ અમને જેહાદિઝ દ્વારા શૅર કરવામાં આવેલા નક્શાનો છે. ત્રીજો અને ચોથો ફોટો બૉલીવુડની સેલિબ્રિટી દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. બન્ને ફોટો એક સરખા છે. કોણ-કોની સાથે મળેલું છે કંઈ સમજ નથી પડી રહી.’

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ વિરોધ વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘૩૦૦૦ સ્ટુડન્ટ્સ. ૩૦૦૦૦ પ્રોટેસ્ટર્સ. ૨૭,૦૦૦ ખોટા સ્ટુડન્ટ્સ ક્યાંથી આવ્યા?’

આ ટ્વીટનો જવાબ આપતા અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘શું તે આ સવાલ અમિત શાહને પૂછ્યો છે? મહેરબાની કરીને તેમને પૂછો? તેઓ શરૂઆતથી જ આવું કરી રહ્યાં છે અથવા તો યોગ્ય ઑથોરિટી સાથે મળીને એ વિશે ઇન્વેસ્ટિગેટ કરી શકે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી શોધ દ્વારા તારા સવાલ કેવી રીતે બદલાઈ રહ્યાં છે એ જોઈને નવાઈ લાગે છે.’

અનુરાગ કશ્યપની ટ્વીટનો જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘ના. મારા ભાઈ અનુરાગ કશ્યપ મેં આ સવાલ અમિત શાહને નથી કર્યો કારણ કે હું અનુરાગ કશ્યપ નથી જે મોડી રાતે પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરને નકામા સવાલ કરે. તેમ જ હું ચૂપ બેસી રેનારામાંથી નથી.’

આ પણ વાંચો : ધ ફોર્ગોટન આર્મી - આઝાદી કે લીએ માટે મને 20 વર્ષનો સમય લાગ્યો છે: કબીર ખાન

સ્વરા ભાસ્કરની ટ્વીટનો પણ વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો હતો. વિવેકે તેને બે ચહેરો ધરાવતી વ્યક્તિ ગણાવી હતી અને એનો સ્વીકાર કરવામાં નહીં આવે એ પણ કહ્યું હતું.

vivek agnihotri farhan akhtar anurag kashyap swara bhaskar bollywood news