મને ડર લાગે છે જ્યારે મારી હૉરર ફિલ્મ કામ નથી કરતી : વિક્રમ ભટ્ટ

18 October, 2019 01:43 PM IST  |  મુંબઈ

મને ડર લાગે છે જ્યારે મારી હૉરર ફિલ્મ કામ નથી કરતી : વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ

ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની હૉરર ફિલ્મો બૉક્સ-ઑફિસ પર જ્યારે સારો બિઝનેસ ન કરતી તો તેઓ ગભરાઈ જતા હતા. તેમની ‘ઘોસ્ટ’ આજે રિલીઝ થઈ છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં સનાયા ઈરાની અને શિવમ ભાર્ગવ જોવા મળી રહ્યાં છે. વિક્રમ ભટ્ટે ‘રાઝ’, ‘રાઝ રીબૂટ’, ‘1920’, અને ‘ક્રીચર 3D’ જેવી કેટલીક હૉરર ફિલ્મો બનાવી હતી. ફિલ્મો વિશે જણાવતાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘હું અન્ય ડિરેક્ટર્સની જેમ જ લાગણીશીલ બની જાઉં છું. કેટલાકને લોકોને હસાવવા ગમે છે. કેટલાકને લોકોને રડાવવા ગમે છે. જોકે મને લોકોને ડરાવવા ગમે છે. હું મારી જાતને લોકોને ડરાવવાવાળો કહું છું. જે લોકોને એક્સાઇટમેન્ટ અને ઍડ્વેન્ચર પસંદ હોય તેઓ મારી ફિલ્મો જુએ.

આ પણ વાંચો : સત્તે પે સત્તાની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરશે ફારાહ ખાન કુંદર

મારા મતે કોઈને તો હૉરર ફિલ્મો બનાવવી જ પડશે. એક સમય એવો પણ હતો જ્યારે બૉક્સ-ઑફિસ પર મારી હૉરર ફિલ્મો સારો બિઝનેસ ન કરતી તો હું ડરી જતો હતો. જોકે આ વખતે ‘ઘોસ્ટ’ની રિલીઝને લઈને આશા રાખું છું કે મને એવો કોઈ ડર નહીં સતાવે.’

vikram bhatt bollywood news