ફોર મોર શૉટ્સ પ્લીઝની બીજી સીઝનને દર્શકો વધુ એન્જૉય કરશે : કીર્તિ

13 December, 2019 01:44 PM IST  |  Mumbai | Harsh Desai

ફોર મોર શૉટ્સ પ્લીઝની બીજી સીઝનને દર્શકો વધુ એન્જૉય કરશે : કીર્તિ

‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની બીજી સીઝનનું ડબિંગ પૂરું કર્યું કીર્તિ કુલ્હારીએ.

બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ માટે ૨૦૧૯નું વર્ષ સારું રહ્યું છે અને એમાંથી એક છે કીર્તિ કુલ્હારી. તેણે હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ માટેની ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની બીજી સીઝનનું ડબિંગ કરતી જોવા મળી છે. કીર્તિએ આ વર્ષે ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘મિશન મંગલ’ અને ‘બાર્ડ ઑફ બ્લડ’માં કામ કર્યું છે. તેણે હાલમાં જ તેની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની સીક્વલનું શૂટિંગ પૂરું કર્યું છે. શૂટિંગ બાદ તે સીધી ડબિંગમાં વ્યસ્ત થઈ ગઈ હતી જે તેણે પૂરું કર્યું છે. આ ડબિંગનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો. આ વિશે વધુ જણાવતાં કીર્તિએ કહ્યું હતું કે ‘હું ફોર મોર શૉટ્સ પ્લીઝની બીજી સીઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત છુ. આ સીઝન આવતા વર્ષે આવશે. આ સીઝનને બિગર અને બેટર બનાવવામાં આવી છે. આ સીઝનનાં પાત્રો, સ્ટોરી અને ચારેય છોકરી સાથે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો જોવા મળશે. મને લાગે છે કે આ ચારેય છોકરીની સ્ટોરીઝને પડદા પર જોવી દર્શકો માટે એક લહાવો રહેશે. આ સીઝનને લોકો પહેલાં કરતાં વધુ એન્જૉય કરશે. હું આ શોની રિલીઝની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું.’

kirti kulhari bollywood news entertaintment