વિદ્યા બાલનની સૌથી પસંદીદા ફિલ્મ છે જૂની ગોલમાલ

13 November, 2019 11:49 AM IST  |  Mumbai

વિદ્યા બાલનની સૌથી પસંદીદા ફિલ્મ છે જૂની ગોલમાલ

વિદ્યા બાલન

વિદ્યા બાલનને જુની ‘ગોલમાલ’ ખૂબ પસંદ છે. ૧૯૭૯માં આવેલી ડિરેક્ટર રિષીકેશ મુખરજીની આ ફિલ્મમાં અમોલ પાલેકર, બિંદીયા ગોસ્વામી, ઉત્પલ દત્ત અને શોભા ખોટે અગત્યની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. ઇન્ટરનૅટ મૂવી ડેટા બૅઝ માટેની ઓરિજિલ સિરીઝ ‘ધ ઇન્સાઇડર્સ વૉચલિસ્ટ’માં ફિલ્મ વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મને જુની ‘ગોલમાલ’ ખૂબ જ મજેદાર લાગે છે. દરેક વખતે ફિલ્મમાં ઉત્પલ દત્ત જ્યારે એમ કહે કે ‘અચ્છા’, એ સીનને હું વારંવાર જોઈને હસ્યા કરું છું. ઉત્પલ દત્તની પાછળ ઘરમાં ભાગીને શોભે ખોટે જ્યારે તેમને લાકડીથી મારે છે એ દૃશ્ય પણ ખૂબ જ ફની છે. મને આવી હંસી-મજાકવાળી ફિલ્મ ખૂબ ગમે છે.’

આ પણ વાંચો : વાળ ઓછા હોય એવા પુરુષો મને કૂલ લાગે છે : યામી ગૌતમ

વિદ્યા હાલમાં મૅથૅમેટિશયન અને હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવીની બાયોપિક ‘શકુંતલા દેવી - હ્યુમન કોમ્પ્યુટર’માં
વ્યસ્ત છે.

vidya balan bollywood news golmaal