મહિલાઓએ રોજેરોજ તેમની વૅલ્યુ કરવી જ જોઈએ : વિદ્યા

12 March, 2019 09:21 AM IST  | 

મહિલાઓએ રોજેરોજ તેમની વૅલ્યુ કરવી જ જોઈએ : વિદ્યા

વિદ્યા બાલન

વિદ્યા બાલનનું કહેવું છે કે મહિલાઓએ રોજેરોજ તેમની વૅલ્યુ કરવી જોઈએ. આઠ માર્ચને વિશ્વભરમાં મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જોકે વિદ્યાનું કહેવું છે કે મહિલાઓ જો પોતાના સ્વાભિમાનને મહત્વ આપે તો તેમના માટે દરેક દિવસ મહિલા દિવસ બરાબર હોય છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓમાં તે શું બદલાવ જોવા માગે છે એ વશે પૂછતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘હું ફક્ત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની મહિલાઓ માટે વાત નથી કરતી. હું ઇચ્છું છું કે દરેક મહિલા તેની વૅલ્યુ રોજેરોજ કરે જેથી એક દિવસ આપણને આપણી સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે મહિલા દિવસની જરૂર નહીં પડે.’

આ પણ વાંચો : સોનમ ખૂબ જ હિંમતવાળી ફિલ્મો પસંદ કરી રહી છે : અનિલ કપૂર

એક દિવસ એવો આવશે કે લોકો કોણ હીરો છે અને કોણ હિરોઇન છે એ જાણ્યા વગર ફિલ્મ જોવા માટે જશે.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના આ બદલાવ માટે ઘણા લોકો જવાબદાર છે અને મને એની ખુશી છે

- વિદ્યા બાલન

vidya balan bollywood news