હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવીને બર્થ-ઍનિવર્સરીની શુભેચ્છા :વિદ્યા બાલન

06 November, 2019 09:55 AM IST  |  Mumbai

હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવીને બર્થ-ઍનિવર્સરીની શુભેચ્છા :વિદ્યા બાલન

વિદ્યા બાલન

મૅથૅમેટિશયન અને હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવીની ૯૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે વિદ્યા બાલને તેમને યાદ કરીને અદ્ભુત મહિલા જણાવ્યા છે. તેમના જીવન પર આધારિત ‘શકુંતલા દેવી- હ્યુમન કોમ્પ્યુટર’માં વિદ્યા બાલન તેમના પાત્રને પડદા પર જીવંત કરવાની છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ કરવામાં આવશે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો હતો. શકુંતલા દેવીનો જન્મ ૧૯૨૯ની ૪ નવેમ્બરે થયો હતો.

તેમનું અવસાન ૨૦૧૩ની ૨૧ એપ્રિલે થયુ હતું. શકુંતલા દેવીની વિશેષતા એ હતી કે તેઓ થોડી જ ક્ષણોમાં કેટલા પણ અઘરા દાખલા હોય એને ઉકેલી શકતા હતાં. તેમણે પાંચ વર્ષની વયે ૧૮ વર્ષનાં વિદ્યાર્થીનો ગણીતનો દાખલો ઉકેલ્યો હતો. તેમની આ ખાસિયતને કારણે તેમને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા હતાં.

આ પણ વાંચો : રણવીર સિંહ મેકઅપ આર્ટિસ્ટને ભાભી કહે છે

તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘પ્રેરણાત્મક, મજાકિયા અને અતિશય પ્રતિભાશાળી. તેમણે વિશ્વને અચંબામાં મુકવાનાં અનેક કારણો આપ્યા છે. આ અસાધારણ મહિલા શકુંતલા દેવીને તેમની ૯૦મી બર્થ-ઍનિવર્સરી નિમીત્તે યાદ કરું છું.’

vidya balan bollywood news