આપણાં દેશની સિદ્ધિને આપણી ફિલ્મોમાં સેલિબ્રેટ કરવામાં આવે છે : વિદ્યા

20 July, 2019 10:01 AM IST  |  મુંબઈ

આપણાં દેશની સિદ્ધિને આપણી ફિલ્મોમાં સેલિબ્રેટ કરવામાં આવે છે : વિદ્યા

વિદ્યા બાલન

‘મિશન મંગલ’માં વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળનાર વિદ્યા બાલને જણાવ્યું હતું કે તે ખુશ છે કે આપણાં દેશની પ્રગતિને ફિલ્મોમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. ‘મિશન મંગલ’માં વિદ્યા બાલનની સાથે તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કિર્તી કુલ્હારી, નિત્યા મેનન, અક્ષયકુમાર અને શર્મન જોશી પણ જોવા મળશે. આ ફિલ્મને ‘પા’નાં ડિરેક્ટર આર. બાલ્કીએ પ્રોડ્યુસ કરી છે. ‘પૅડમૅન’નાં અસોસિએટ ડિરેક્ટર જગન શક્તિએ એને ડિરેક્ટ કરી છે.

ફિલ્મનાં ટ્રેલર-લૉન્ચ વખતે દેશની સંસ્કૃતિ અને સિદ્ધિને ફિલ્મોમાં દેખાડવા પર ભાર મુકતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘મારા મતે આવી સ્ટોરીઝ લોકોને કહેવી ખૂબ જરૂરી છે. આપણે ભારતીયો આપણાં દેશનાં ગર્વને વર્ણવતાં નથી. જોકે હું ખુશ છું કે કેટલીક ફિલ્મો બની રહી છે જેનાથી આપણને આપણાં મહાન દેશ વિશે જાણવા મળશે. હું જ્યારે દેશની બહાર ફરતી હોઉં છું ત્યારે હું જોઉં છું કે કેટલાક લોકોને તેમનાં દેશ અને વારસા પર ખૂબ અભીમાન હોય છે. જો એવુ કંઈ હોય કે જેમને ગર્વ લેવાની જરૂર છે તો તે આપણે છીએ.

આપણી સંસ્કૃતિ, આપણો ઈતિહાસ અને આપણી સિદ્ધિઓ મહાન છે અને આપણે એને મા‌ણવાનું શરૂ કરવું જોઈએ. હું ખુશ છું કે આપણી મુવીઝમાં એને સેલિબ્રેટ કરવામાં આવે છે અને ‘મિશન મંગલ’એ કરી રહી છે. હું પ્રામાણિકપણે એમ કહી શકું છું કે અમે સૌ સિક્યોર ઍક્ટર્સ છીએ કારણ કે અમે અન્યોની પ્રશંસા કરીએ છીએ. ફિલ્મમાં કામ કરતી વખતે અમને ખૂબ મજા પડી. આ જ કારણસર અમારા ડિરેક્ટર જગન શક્તિને અમને ડિરેક્ટ કરવુ થોડું અઘરૂ પડ્યુ હતું.’

અઢી કલાકની ફિલ્મમાં અમે આ મહિલાઓની સિદ્ધિઓને દેખાડવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે.

- તાપસી પન્નુ

આ પણ વાંચો : મીડિયા ને સેલિબ્રિટીઝના સંબંધો પરસ્પર સન્માન આપવાથી સફળ થાય છે : અક્ષય

હું સારી ફિલ્મથી બૉલીવુડમાં આવવા માગતી હતી. આ જ વસ્તુ હું હંમેશાં સાઉથમાં પણ અનુસરતી હતી. આ ફિલ્મમાં અમે સૌએ ટીમમાં કામ કર્યું છે. અમે સાથે જમતાં હતાં. અક્ષય પણ આગ્રહ રાખતાં કે અમે સાથે જમીએ. તે અમારા માટે જમવાનું લઈને આવતાં હતાં. જે રીતે મારુ અહીં સ્વાગત થયુ અને મને સ્વીકારવામાં આવી એને જોઈને મને લાગતું નહોતું કે આ મારી પહેલી હિન્દી ફિલ્મ છે.

- નિત્યા મેનન

vidya balan bollywood news