સૅમ મા‌ણેકશૉની બાયોપિકનું શૂટિંગ છેક ૨૦૨૧માં કરશે વિકી કૌશલ

30 July, 2019 11:18 AM IST  |  મુંબઈ

સૅમ મા‌ણેકશૉની બાયોપિકનું શૂટિંગ છેક ૨૦૨૧માં કરશે વિકી કૌશલ

વિકી કૌશલ

ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉની બાયોપિકનું શૂટિંગ વિકી કૌશલ છેક ૨૦૨૧માં શરૂ કરશે. મેઘના ગુલઝારની આ ફિલ્મમાં કામ કરવાને તે સન્માનની વાત ગણે છે. ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉનાં યોગદાનની પ્રશંસા કરતાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘તેઓ દેશનાં ખરાં લેજન્ડ છે. મારા માટે આ એક સન્માનની બાબત છે કે મને ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉનું પાત્ર ભજવવાની તક મળી રહી છે. આ ફિલ્મને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.

આ પણ વાંચો : સ્ટારડમ પ્રાઇસ ટૅગ સાથે આવે છે : આયુષ્માન ખુરાના

હાલમાં હું ‘સરદાર ઉધમ સિંહ’ પર ધ્યાન આપી રહ્યો છું. અમે ફિલ્ડ માર્શલની બાયોપિકનું શૂટિંગ ૨૦૨૧માં શરૂ કરવાનાં છીએ. મારો પ્રયાસ એ રહેશે કે હું મારા કૅરૅક્ટરમાં ઓતપ્રોત થઈ જાઉં.’

vicky kaushal bollywood news meghna gulzar