ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકને લોકોએ આપેલા પ્રતિસાદથી ખુશ છે વિકી

14 January, 2019 10:25 AM IST  | 

ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકને લોકોએ આપેલા પ્રતિસાદથી ખુશ છે વિકી

યારોં કી મસ્તી: ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ જુહુમાં શનિવારે રાખવામાં આવ્યું હતું. વિકી કૌશલ, રણવીર સિંહ, વરુણ ધવન, રોહિત શેટ્ટી અને કૅટરિના કૈફ આ ફિલ્મ જોવા પહોંચ્યાં હતાં. રણવીર સિંહ એ દરમ્યાન મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. તેની આવી મજાકથી સૌકોઈ હસવા લાગ્યા હતા. તસવીર : યોગેન શાહ

આ ફિલ્મમાં વિકી એક કમાન્ડોની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ઉડીમાં થયેલા અટૅક અને એના જવાબરૂપે ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મમાં યામી ગૌતમ પણ અગત્યની ભૂમિકા ભજવી રહી છે. 11 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ 25 કરોડમાં બની છે, જેણે બે દિવસમાં વીસ કરોડનો બિઝનેસ કર્યો છે.

આ પણ વાંચો : ફિલ્મ 'સંજૂ'ની આસિસ્ટન્ટ ડાયરેક્ટરે રાજકુમાર હિરાણી પર લગાવ્યા યૌન શોષણના આરોપ

ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ પર વિકી કૌશલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી ફિલ્મ રિલીઝ નથી થતી ત્યાં સુધી તમને એ અંદાજ હોતો નથી કે ફિલ્મ ચાલશે કે નહીં. પરંતુ અમારી ફિલ્મને જે પ્રકારે દર્શકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એ ખરેખર અદ્ભુત છે. આ એક સપના જેવું જ છે કે લોકોએ અમારી ફિલ્મને ખુલ્લા મને અપનાવી છે.’

vicky kaushal bollywood news