તખ્તનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે : વિકી કૌશલ

21 September, 2019 09:55 AM IST  |  મુંબઈ

તખ્તનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલે ‘તખ્ત’ની માહિતી આપતાં જણાવ્યું હતું કે એનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે. મોગલ શાસનને દર્શાવતી આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરશે. વિકી ફિલ્મમાં ઔરંગઝેબનું પાત્ર ભજવશે. ફિલ્મમાં અનિલ કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર અને જાહ‍્નવી કપૂર જોવા મળશે. ‘તખ્ત’ વિશે જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘અમે ‘તખ્ત’નું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવાના છીએ. ફિલ્મની તૈયારીઓ તો જોરદાર ચાલી રહી છે. એ પહેલાં હું ‘ઉધમ સિંહ’નું શૂટિંગ પૂરું કરીશ ત્યાર બાદ હું ‘તખ્ત’ પર કામ શરૂ કરીશ. અનેક કલાકારો સાથે બનનારી આ ફિલ્મને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.

આ પણ વાંચો : જાણો કેમ પસંદ કરી દીપિકા પાદુકોણે ફિલ્મ '83', આ છે કારણ

હું ખૂબ જ આતુર છું કે ક્યારે એ સમય આવે જ્યારે અમે બધા એક જ ફ્રેમમાં આવીને ઍક્ટિંગ કરીએ. અમે બધા ખૂબ ખુશ છીએ. ફિલ્મ જલદી શરૂ થાય એને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’

vicky kaushal bollywood news